← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રમતી નદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામ પાદર સાદ પાડે, રેતમાં રમતી નદી,
મેં જ ઠેલી’તી, છતાં પાછળ હજી રડતી નદી.

પુસ્તકો ખોલ્યાં અને મેં ખેતરો ખોયાં બધાં,
તોય સપનામાં હજી પાદર પરે ફરતી નદી.

રીબને કાતર ફરી, તાળી પડી, ફોટો થયો,
પુલ તળે તો રેતમાં ક્યાંયે નથી જડતી નદી.

બાળ મારું ગામ જોયા વગર મોટું થઈ ગયું,
એ જુએ છે ફોનની આ સ્ક્રીન પર સરતી નદી.

આ પરાગે ગામ છોડ્યું, ગામ ના છોડ્યું મને,
આજ પણ મારી નસોમાં રક્ત થઈ ઝરતી નદી.

– પરાગ રતનપરા

#ગઝલ #નદી #બાળપણ #ગામ #વતનઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #RiverOfChildhood #VillageMemories #LostInnocence #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશબ્દ આયોઆગલો લેખ →હપ્તે જીવન