← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉજવણી છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નગર આખું બળે, ત્યારે જ દરબારે ઉજવણી છે,
ચિતા ઠરતી નથી ત્યાં તો, તહેવારે ઉજવણી છે.

ઉનાળે ગામને નળમાં ન ટીપું એક પાણીનું,
છતાં ‘પાણી બચાવો’ની ય સરકારે ઉજવણી છે.

મરે ખેડૂત દેવામાં, ખબર એની નથી ક્યાંયે,
નટીના શ્વાનના જન્મે જ અખબારે ઉજવણી છે.

દવાખાને દવા ખૂટી, સુવાડ્યા ભોંય પર દર્દી,
છતાં મંત્રી તણા આગમન-સત્કારે ઉજવણી છે.

પરાગ, ન પૂછ શાની છે, અહીં કાયમ સદા આવું,
ગયો ડૂબી ભલે આ દેશ, અંધારે ઉજવણી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #રાજકારણ #સત્તા #સંવેદનહીનતા #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #NeroFiddles #PowerAndApathy #Irony #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખજળમાં દીઠું કોણ?આગલો લેખ →રાવણ ગણવા