પણ બને
સ્વપ્ન જોયું રાતભર જે, એ ય સાચું પણ બને,
ને ખરું જે લાગતું, એ કાલ કાચું પણ બને.
દ્વાર પર ખટખટ થતી, તો એ ય તું કે વાયરો,
‘તું’ ગણી હું મોર પેઠે ખૂબ નાચું પણ બને.
તેં લખેલા પત્ર સઘળા, આજ પણ પેટી મહીં,
બંધ આંખે પણ હવે એ સર્વ વાંચું પણ બને.
દર્દ આવે તો ય એને આવકારું પ્રેમથી,
કોણ જાણે, દર્દમાં હું રોજ રાચું પણ બને.
આ ‘પરાગે’ ધૂળમાં પણ ફૂલ વાવ્યાં’તાં, અને
એ જ માટીથી કદી હું ફૂલ પાછું પણ બને.
– પરાગ રતનપરા
#ગઝલ #શક્યતા #આશા #સ્મરણ #પુનર્જન્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Possibilities #Hope #Memories #Rebirth #ParagRatanpara