← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લો દિવસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૉલેજનો છેલ્લો દિવસ.

કૅન્ટીનવાળા કાકાએ
ઉધારનો ચોપડો
ફાડી નાખ્યો:
‘જાવ, માફ.’

લાઇબ્રેરીની
એ જ ખૂણાની ખુરશી,
જ્યાં ત્રણ વરસ
એક છોકરી સામે
પુસ્તક ઊંધું પકડીને
બેઠો હતો.

આજે એ આવી,
ઑટોગ્રાફ-બુક લંબાવી.
મેં લખ્યું:
‘શુભેચ્છા.’

ત્રણ વરસમાં
જે ન કહી શક્યો,
તે એક શબ્દમાં
સંતાડી દીધું.

એ વાંચીને હસી,
ને બોલી:
‘પુસ્તક સીધું પકડતાં
ક્યારે શીખીશ?’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનથી હોતોઆગલો લેખ →ગઝલિકા