← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દેખાય ક્યાંથી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રડે માછલી, આંસુ દેખાય ક્યાંથી?
છુપાયેલ એ દર્દ પરખાય ક્યાંથી?

હસીને મળું છું બધાંને સભામાં,
અહીં કોઈને આંખ વંચાય ક્યાંથી?

નદી સાગરે જઈ ભળી એ પછીથી,
હવે મૂળ મીઠાશ સમજાય ક્યાંથી?

પલળતો રહું છું સતત શ્રાવણે હું,
હવે આંખ મારી ય લૂછાય ક્યાંથી?

પરાગે ગઝલમાં છુપાવ્યાં બધાં દુઃખ,
હવે આંસુ એમાં ય ડોકાય ક્યાંથી?

– પરાગ રતનપરા

#ગઝલ #આંસુ #છૂપીવેદના #માછલી #મૌનદર્દ #પરાગરતનપરા
#GujaratiGhazal #HiddenTears #SilentPain #Melancholy #UnseenGrief #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદિવસ ઢળ્યોઆગલો લેખ →વૈશાખી બપોર