← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં તો રોપ્યું’તું એક નાનું ઝાડ, આજે છાંયડો દે છે રે,
હું ઘરડો થ્યો, ઝાડ જુવાન, મુજને ખોળે લે છે રે.

દાદાએ દીધો’તો કૂવો, બાપે દીધી વાડ,
મેં તો દીધો એક જ ખાડો, ઊગ્યું એમાં ઝાડ;
પાંદડે પાંદડે પેઢી બોલે, વાયરો સાખ પૂરે છે રે…
મેં તો રોપ્યું’તું…

ચકલી માળો બાંધે ડાળે, કોયલ ગાતી ગીત,
પાનખરે પણ ઊભું રહેતું, ના હારે, ના જીત;
ઝાડ તો ખુદને ખરતું જોઈ નવી કૂંપળ સેવે છે રે…
મેં તો રોપ્યું’તું…

પરાગ કહે: મારા ગયા પછી પણ શ્વાસ રહેશે અહીંયાં,
ઝાડ બનીને ઊભો રહીશ હું, આ આંગણની છાંયા;
મૂળ મારાં ધરતીમાં, ને માથે આભ રમે છે રે…
મેં તો રોપ્યું’તું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબાંધે છેઆગલો લેખ →રબર