આ ટેગ સાથે 526 લેખ · પાનું ૭ / ૧૧
રાજઘાટે ફૂલ મૂકી, કૅમરે સૌ મલકતા, ને પછી ખાદી ઉતારી, સૂટમાં સૌ ચમકતા;
આજ કવિતાનો દિવસ છે, ફોન પર કવિઓ બધા, ‘વાહ’ લખતા એકબીજાને ‘હૃદય’ દેતા સદા;
ઘંટડી ના, દીવડો ના, આજ પૂજા ઍપમાં, ચારધામોની કરો સૌ રોજ યાત્રા ઍપમાં.
‘લોટરી લાગી તમોને!’ — આ ઇનામી લિંક છે, ‘ક્લિક’ કરો, ને બૅંક ખાલી! આ હરામી લિંક છે.
હવે તો નોટ પર બેઠા, બધે ખિસ્સે હસે ગાંધી, ઉસૂલો તો તિજોરીમાં નથી, તોયે ગમે ગાંધી.
સવાર પડે ને ફોન ગુંજે: ‘ગુડ મૉર્નિંગ’નો વરસાદ, ફૂલ, સૂરજ, ચા ને કપ — સૌ ફૉરવર્ડનો પ્રસાદ!
બાટલામાં બંધ થઈને આ હવા વેચાણમાં, ને હવાથી જે થયા માંદા, દવા વેચાણમાં.
નિશાળો ફૅક્ટરી થઈ ગઈ, બધે ડૉક્ટર બનાવે છે, હતો જે ચિત્રનો રસિયો, ઘસી ટૉપર બનાવે છે.
રસ્તો પહેલાં ફાઈલમાં બન્યો —
ફાઈલો સૂતી પડી છે, ઊંઘતા સાહેબ છે, જી-હજૂરી સૌ કરે છે, બોલતા સાહેબ છે.
દ્રૌપદી પોકારતી: ઓ કૃષ્ણ, ક્યારે આવશે? ને સભા જોતી રહી, તો કોણ ત્યારે આવશે?
પ્રેમપત્રો ક્યાં હવે? સઘળું લખાયું ફોનમાં, ‘બ્લૉક’ કીધું એક દી, ને દિલ કપાયું ફોનમાં.
મેં લખેલા શેર નીચે કોઈ બીજું નામ છે, રાતભર જાગ્યો હતો હું, ને સવારે આમ છે!
ઇચ્છારાણી પધાર્યાં છે! ઢોલ વગાડો, તોરણ બાંધો —
આયનો તોડી નખાયો, એ જ તો નબળાઈ છે, સત્યના રસ્તા ઉપર તો રોજ ઊંડી ખાઈ છે.
આંખ, સપનાં, હાસ્ય, ને આખી જવાની સેલ છે, મોલના કાચે લખેલું: ‘આ કહાની સેલ છે!’
વાડામાં હજારો ઘેટાં હતાં,
એક ટેબલ, બે જણા, ને બેઉના કર ફોન છે, વાત કરવી છે ઘણી, પણ શબ્દ સૌ તો ગૌણ છે.
ઉઘાડે છે કચેરીનાં બધાં યે દ્વાર ચા-પાણી, નહીં તો ફાઈલોનો ના કદી ઉદ્ધાર — ચા-પાણી!
અબજપતિ શેઠે નવો બંગલો બાંધ્યો —
તકતીમાં નામ ચડાવો, ભાઈ, તકતીમાં નામ ચડાવો, ભલે ગામમાં કોઈ ના ઓળખે, ફોટો મોટો મઢાવો…
છીંક ખાધી મેં જરા, ને ગામમાં ઝઘડો થયો, ને પછી એ વાત તો પંચાતનો મુદ્દો થયો.
સૂર્ય ઊગે એ પહેલાં ફોનમાં સૌ જ્ઞાન છે, ફૂલ, સૂરજ, ચા અને સુવિચારનું ત્યાં દાન છે.
રોજ ઊભો હું કતારે, ભીડનો બસ ભાગ છું, ના મુગટ છું, ના ધજા, બસ વોટનો હું દાગ છું.
હાથમાં હરદમ રહે, એ જિંદગીનો ફોન છે, ઘર, ગ્રહો ને જાત પર બસ બેંકની આ લોન છે.
હવે થાળમાં માત્ર ભાજી રહી, ન મીઠાઈ, ના જીભ રાજી રહી.
હાથ જોતાં, ગ્રહ ગણંતાં, ફી ય માગે જ્યોતિષી, ભાવિ ભાખી, ગામ લૂંટી, રાત ભાગે જ્યોતિષી.
સડક ખોવાઈ ખાડામાં, છતાં ખાડો બરાબર છે, વચોવચ રોડ પર બેઠો, હજી પાડો બરાબર છે.
આંખ ખૂલે એ પહેલાં ફોન ખૂલી જાય છે, ‘સુપ્રભાતે’ સો ગુલાબો રોજ ત્યાં વેરાય છે;
બધે જ્ઞાનનાં ઢોલ છે ચોકમાં, અને મૌનનાં મોલ છે ચોકમાં.
કોઈ ઑફિસની ફાઈલો નીચે દબાઈને મરે છે,
ઘણા સંત બેઠા દુશાલા ધરીને, કથા ચટપટી ને મસાલા ધરીને.
ઘર ઉધારે, ફોન હપ્તે, ને ય ગાડી લોન પર, ગામ આખું વાહ બોલે, બાપ-વાડી લોન પર.
જુએ જગ તમાશા, કબીરો હસે, ભરે ઘર, નિરાશા! કબીરો હસે.
જુએ જે નજારો, નથી બોલતો, સુણે જે પુકારો, નથી બોલતો.
ઘરે લોન, ખિસ્સે ઉધારી, ‘મજામાં!’ દવા, બાટલા ને પથારી, ‘મજામાં!’
ગણું છું સવારે દવાઓ બુઢાપે, અને સાંજ પડતાં દુઆઓ બુઢાપે.
બદલતો રહું હું હવાના પ્રમાણે, નમું છું સદાયે સભાના પ્રમાણે.
ભાઈ, ઘરમાં ચાર જણ ને આઠ ગાડી, શું કરો? રાખવા જગ્યા નથી, તો રોડ આડી, શું કરો?
બની છે ગટર સૌ નદીઓ વિકાસે, ગયાં વૃક્ષ, ઝૂલા, ગલીઓ વિકાસે.
ચોકમાં નારા ગજાવે, કેટલો ઊંચો અવાજ! રોજ રેલી, રોજ ભાષણ, રોજ નવલો આ રિવાજ;
ટેબલો હેઠળ હવે તો નોકરી નીલામ છે, મંચ પર કૉપી કરેલી શાયરી નીલામ છે.
સ્વારથ વધ્યો ને સગપણ ઘટ્યાં, ભાઈ, વાંક કોનો? ઘર મોટાં ને મન નાનાં, આ ઠાઠ કોનો?
ચોકમાં એમનું પૂતળું મૂક્યું ત્યારથી
ડેટા સસ્તો, વાતો સસ્તી, સસ્તી થઈ ગઈ તાળી, દાળ મોંઘી, ડુંગળી મોંઘી, મોંઘી થઈ ઘરવાળી!
ન મારું નામ છાપામાં, ન મારો ક્યાંય પણ ફોટો, ગણો તો સાવ નાનો, પણ ખુમારીમાં ઘણો મોટો;
આ તિજોરી ને તિજોરીનું વજન ક્યાં લઈ જશો? હાથ ખાલી છે જવાનું, આ ભવન ક્યાં લઈ જશો?
ફાઇલ ગોળ છે. ટેબલ નંબર એકથી
પોથી ઉઘાડી પંડિત બેઠા, ભાઈ રે, પોથી ઉઘાડી, વાણીનો તો વરસાદ વરસે, ભીતર ધરતી ઉજાડી!
ગામમાં આવ્યો હતો કાલે જ ખોટો બાવલો, આજ ટીવી પર ચમકતો એ જ મોટો બાવલો.