← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નીલામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ટેબલો હેઠળ હવે તો નોકરી નીલામ છે,
મંચ પર કૉપી કરેલી શાયરી નીલામ છે.

કોર્ટમાં સાક્ષી ખરીદો, ન્યાય પણ સસ્તો મળે,
સત્યના સોગંદની પણ ખાતરી નીલામ છે.

રાસ ગરબા પણ હવે ટિકિટે રમાતા થઈ ગયા,
સ્પોન્સરોના નામથી આ ઝાંઝરી નીલામ છે.

ગામડાં ખાલી થયાં, ને ફાઇવસ્ટારે જુઓ,
પાંચસોમાં બાજરાની ભાખરી નીલામ છે.

ફૂલની ફોરમ પરાગે સાચવી રાખી હતી,
એ ય અત્તરની દુકાને આખરી નીલામ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #બજાર #ભ્રષ્ટાચાર #વેપારીકરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #OnAuction #Corruption #Commercialization #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખનારાઆગલો લેખ →કાગડો બોલ્યો