સેલ
આંખ, સપનાં, હાસ્ય, ને આખી જવાની સેલ છે,
મોલના કાચે લખેલું: ‘આ કહાની સેલ છે!’
ધ્વજ ખરીદો, એક સાથે એક ફ્રી, બોલો હવે,
ને શહીદોની બધી ભીની નિશાની સેલ છે.
ઝાડ કાપ્યાં, ને હવે તો ઑક્સિજન બારે મળે,
શ્વાસ પણ ડબ્બે ભરેલો, આ હવાની સેલ છે.
પાંચસો આપી ખરીદ્યા વોટ, ને નેતા થયા,
લોકની સસ્તી અહીંયાં તો જબાની સેલ છે.
આ પરાગે ભાવ પૂછ્યો સત્યનો, ત્યાં તો કહે:
‘સ્ટોક ખાલી છે, હવે બસ બેઈમાની સેલ છે!’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #બજાર #ઉપભોક્તાવાદ #ઈમાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Consumerism #EverythingForSale #LostIntegrity #ParagRatanpara