ક્યાં લઈ જશો?
આ તિજોરી ને તિજોરીનું વજન ક્યાં લઈ જશો?
હાથ ખાલી છે જવાનું, આ ભવન ક્યાં લઈ જશો?
બંગલા ત્રણ, પાંચ ગાડી, બેંકમાં ખાતાં ઘણાં,
કાંધ ચારેની સવારી, આ સદન ક્યાં લઈ જશો?
વ્યાજનું વ્યાજે ગણો છો રાતભર જાગી તમે,
ઊંઘ વેચી, ચેન વેચ્યું, આ જતન ક્યાં લઈ જશો?
દાન દીધું મંદિરે ને નામ તકતી પર થયું,
દ્વાર પર ભૂખ્યો જ ઊભો, એ નયન ક્યાં લઈ જશો?
આ પરાગે ગંધ લૂંટાવી, છતાં ખૂટી નથી,
છેવટે ખિસ્સા વિનાનું આ કફન ક્યાં લઈ જશો?
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સંગ્રહખોરી #લોભ #કફન #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Greed #Hoarding #MortalityCheck #ParagRatanpara