← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બરાબર છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સડક ખોવાઈ ખાડામાં, છતાં ખાડો બરાબર છે,
વચોવચ રોડ પર બેઠો, હજી પાડો બરાબર છે.

ન બત્તી છે, ન પાણી છે, ઘરે બેકાર છે છોરો,
છતાં ઘોડી ઉપર બેઠો, હજી લાડો બરાબર છે.

ગરીબો સૂકવે છે પેટ, ભૂખે ટળવળે બાળક,
અને નેતા થતો ચાલ્યો ઘણો જાડો, બરાબર છે!

ન ખેતર છે, ન ગોચર છે, ન ગાયો કે ન ભેંસો છે,
છતાં કાગળ ઉપર ગૌશાળનો વાડો બરાબર છે.

પરાગે શેર લખ્યો તો, ફરી નોટિસ ઘરે આવી,
‘તમારો શેર ત્રાંસો છે, ભલે આડો, બરાબર છે!’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #રાજકારણ #ભ્રષ્ટાચાર #વ્યવસ્થા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Politics #Corruption #System #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખહરિ અમેરિકાઆગલો લેખ →જોયું હશે