← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાયરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ ખૂલે એ પહેલાં ફોન ખૂલી જાય છે,
‘સુપ્રભાતે’ સો ગુલાબો રોજ ત્યાં વેરાય છે;
વાયરસનો તાવ જાશે ચાર દિવસે, પણ ભલા,
ફોનનો આ તાવ આખી જિંદગી ના જાય છે!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખખંડેરઆગલો લેખ →ચોકમાં