આ ટેગ સાથે 526 લેખ · પાનું ૬ / ૧૧
નળમાં હવે પાણી ય થોડું આવશે, ધીરજ ધરો, કાગળ ભરો, ખિસ્સાં ભરો, તો ખૂલશે, ધીરજ ધરો.
રેશમી ભગવાં પહેરી, હાથમાં માળા ધરી, ને ધરમની હાટડીમાં, લાખ પેટી સંઘરી;
ઘર નથી, બસ ફૂટપાથો, ઠામ-સરનામું નથી, ચોપડે સરકારના પણ, નામ-સરનામું નથી.
ઓળખાણો, પ્રેમ, ઝઘડો, સૌ જમાવ્યો ચેટમાં, ને પછી ત્યાં ‘બ્લૉક’ કીધો, ને ભુલાવ્યો ચેટમાં.
ચાર રસ્તે ગાંધીજીની પ્રતિમા છે.
ના કહું તો પણ ફરીથી એ જમાડે પ્રેમથી, ને દવાખાને પછી ડૉક્ટર ઉજાડે પ્રેમથી.
જનમતાંવેંત નંબર લઈ, ફરી ઊભા કતારોમાં, બધાં ફૉર્મો, બધી અરજી ભરી ઊભા કતારોમાં.
ભાઈ, દેશપ્રેમ તો મારો છે મોબાઇલની સ્ક્રીનમાં, ને કચરો નાખું રસ્તા પર, ને થૂંકું છું લાઇનમાં!
તાવ આવે બાળને, શોધે દવાઓ ગૂગલ પર, ને નમાજે માગવાની સૌ દુવાઓ ગૂગલ પર.
કાનો આજે ગોકુળ આવે તો શું શું જોશે રે? વાંસળી વગાડે ને ગોપી ઇયરફોનમાં ખોવાશે રે!
હવે ગાલે ન રેખાઓ, છુપાવી ઉમર ફિલ્ટરથી, હજારો ‘લાઇકો’ વરસે, મળી સૌ નજર ફિલ્ટરથી.
કવિસંમેલન ભરાયું રે, કવિ તેર ને શ્રોતા ત્રણ, એમાં બે તો આયોજકના સગા, ને ત્રીજો ઊંઘણ!
એક જમાનો હતો જ્યારે યોદ્ધા ઘોડે ચડતા,
ગયા દરગાહ પર, દેખાય ક્યાં છે પીર સેલ્ફીમાં? અમે ગંગા ગયા, ના ગંગ, ના ત્યાં તીર સેલ્ફીમાં.
કામ નાનું હોય તો પણ કૈં ચડાવો ઉપરથી, ફાઈલો દોડે પછી, એવા ઠરાવો ઉપરથી.
ન કર્મો, ન ઉદ્યમ, બિલાડી નડે છે, ગ્રહો તો બિચારા, અનાડી નડે છે.
નિયમ તોડવામાં અમે શૂર વીરા, જરા હૉર્ન વાગે, અમે તો અધીરા;
કહે સાહેબ જે કૈં પણ, અમારું કામ હા માં હા, દિવસને રાત કે' તો પણ, મળે છે દામ હા માં હા.
છાપાની રવિવારની પૂર્તિમાં પાનું ભરીને જાહેરાતો છે:
મેદાનમાં મંડપ છે, લાઉડસ્પીકર છે,
ઘણો સજ્જન છતાં લાગે, હતો હું ચોર ફોટામાં, પડાવ્યો પાસપોર્ટે, તો થયો હું ઢોર ફોટામાં.
સવારે જ તાજા સમાચાર છે, ભલે ભૂખ, ઝાઝા સમાચાર છે.
નવો ફોન, જૂની ઉધારી ડિલીટ, કરી ‘બ્લોક’, ને મિત્ર-યારી ડિલીટ.
સવારે સાત વાગ્યે સૌ ઠલવતા જ્ઞાન આ ગ્રુપમાં, ગુલાબો, દેવ ને સૂરજ, ફરે ભગવાન આ ગ્રુપમાં.
ગામમાં પાણી નથી, તો જાગજો સરપંચજી, કાગળે છલકાય ટાંકી, ચાખજો સરપંચજી.
હાર મૂકી, હાથ જોડી, સાવ ખોટો ખરખરો, સ્ટેટસે મૂક્યો તરત સૌએ ય ફોટો ખરખરો.
ચાર રસ્તા વચ્ચે બાપુ ઊભા છે —
જિંદગીભર હું અહીં બસ કારના હપ્તા ભરું, સાંજ પડતાં શ્રીમતીના પ્યારના હપ્તા ભરું.
ભ્રષ્ટતા સામે લડે છે, રોજ ભાષણ થાય છે, ને પ્રજા ભૂખી રહી, તાળી બજાવી જાય છે;
ફિલ્ટરે ગોરા કરેલા ગાલને લાઇક મળે, હોટલે ખાધેલ મોંઘી દાલને લાઇક મળે.
પંચતારક હોટલના એરકન્ડિશન્ડ હૉલમાં
શિયાળાની રાતે ફૂટપાથ પર સૂતેલા
કચેરીમાં બધું ધીમું, સવારી ઊંટ સરકારી, ફરે છે ફાઇલો ધીમી, નિરાંતે લૂંટ સરકારી.
નવા ટાણે મસીહા એક ગામેગામ આવે છે, દરદ સૌનાં મટાડે, એ દવા સાથે જ લાવે છે;
જ્ઞાનીઓ બોલે ને ગામ આખું ડોલે, પણ ભૂખ્યાના પેટમાં તો ઊંદરડા ઢોલે!
ભક્ત આવ્યો મંદિરે, ભગવાન સામે શાનથી, હાથ તો જોડ્યા નહીં, ખેંચી છબી બસ ધ્યાનથી;
ડૉક્ટરે કીધું: ‘હવે તો ગાંઠિયા ખાવા નથી’, ને જલેબી સાથ પીળા ફાફડા ખાવા નથી.
જય જય મોબાઇલ મહારાજ, તમે જ ઘરના રાજ, તન-મન-ધન સૌ અર્પણ તમને, લાજ રાખજો આજ!
દેશ તો આઝાદ થયો પંચોતેર વરસ પહેલાં, તેં શું કર્યું, ભાઈ? તેં શું કર્યું?
ગયો’તો સાવ સાજો હું, થયો ખાલી દવાખાને, હસે નર્સો, હસે ડૉક્ટર, હસે માલી દવાખાને.
પૂજારીજી, ઘંટ જરા ધીમો વગાડો, પ્રભુ મારો ઊંઘે છે, નકામો ન જગાડો!
લોકો કહે છે, મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
નથી મત્લા, નથી મક્તા, મજાની શાલ ઓઢાડો, તમે તાળી ન પાડો તો, દયાની શાલ ઓઢાડો.
ભલે ને હાલ હો ભૂંડા, હસી બોલું: ‘મજામાં છું’, ઉદાસીની કદી ના પોટલી ખોલું, મજામાં છું.
શાં શાં રૂપ વખાણું, સંતો, શાં શાં રૂપ વખાણું? એક જ પ્રભુના સો સો ધંધા, કયું સાચું, કયું જાણું?
પરોઢે ઉઠીને બધા રેસમાં, નથી કોઈ થોભ્યું, સદા રેસમાં.
દુકાને, ઘર, સભામાં, સૌ સમાજે ફેરવે માળા, કરે ધંધે કપટ, તોયે રિવાજે ફેરવે માળા.
નાડ પકડી, આંખ તાકી, ને ડરાવ્યું ડૉક્ટરે, સત્તરે ટેસ્ટો કરાવી, બિલ બતાવ્યું ડૉક્ટરે.
લોન લઈને પણ, મને ઝટ લાલ ગાડી જોઈએ, ને બધાંને આ દિવાળી ખાસ સાડી જોઈએ.
લાલ બત્તી, સાયરન ને શેઠ આવ્યા દર્શને, ધૂપમાં ઊભેલ ભક્તોને હટાવ્યા દર્શને.