← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડૉક્ટરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાડ પકડી, આંખ તાકી, ને ડરાવ્યું ડૉક્ટરે,
સત્તરે ટેસ્ટો કરાવી, બિલ બતાવ્યું ડૉક્ટરે.

રોગ મારો સાવ નાનો, પણ દવાઓ સો લખી,
ને ખિસાનું વજન હળવું તો કરાવ્યું ડૉક્ટરે.

‘ખાંડ ઓછી, તેલ ઓછું, લૂણને ઓછું કરો’,
ફાંદ પંપાળી, મને ભાષણ ભણાવ્યું ડૉક્ટરે.

આખરે છુટ્ટી મળી ને ગેટ પર એ આવિયો,
‘આવજો પાછા ફરી’ બોલી રડાવ્યું ડૉક્ટરે.

‘હાસ્ય સૌથી શ્રેષ્ઠ ઔષધ’, એ ‘પરાગે’ જાણિયું,
તો તરત એ હાસ્યનું બિલ પણ બનાવ્યું ડૉક્ટરે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #હાસ્ય #દવાખાનું #મોંઘવારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #HospitalBills #DoctorHumour #HealthcareCost #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખપોતાનાં જ પારકાંઆગલો લેખ →ઢળાણ