← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જીવનસાથી જોઈએ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છાપાની રવિવારની પૂર્તિમાં
પાનું ભરીને જાહેરાતો છે:

‘જોઈએ છે —
ગોરી, પાતળી, ઊંચી,
ઘરરખુ, છતાં ભણેલી,
નોકરી કરતી, છતાં સંસ્કારી,
આધુનિક, છતાં સાડી પહેરતી,
અમારી જ જ્ઞાતિની, પેટાજ્ઞાતિની,
ગોત્ર જુદું,
કુંડળી મળતી.’

ને સામે પાને:
‘વેલ સેટલ્ડ,
પોતાનું મકાન,
ગાડી,
વિદેશ જવાની શક્યતા.’

આખું પાનું વાંચી ગયો.
ક્યાંય લખ્યું નહોતું —
‘હસમુખ જોઈએ,’
‘સાંભળનાર જોઈએ,’
‘જે માંદગીમાં માથે હાથ ફેરવે’.

આપણા સમાજમાં
લગ્ન તો થાય છે,
પ્રેમ
પછી જો જડી જાય તો
બોનસ.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખસખી, આ શ્રાવણઆગલો લેખ →એક પરાગમાં