← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમાચાર છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે જ તાજા સમાચાર છે,
ભલે ભૂખ, ઝાઝા સમાચાર છે.

ફરી મંચ, માળા, ફરી ભાષણો,
વગાડે જ બાજાં, સમાચાર છે.

નથી છાપરું પણ ગરીબો ઉપર,
નવા મ્હેલ, રાજા! સમાચાર છે.

હતી એક અફવા, સળગતું નગર,
વટી સર્વ માઝા, સમાચાર છે.

ભલે વિશ્વ સળગે, લખે છે પરાગ:
‘ઘરે સર્વ સાજા’—સમાચાર છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #છાપું #અફવા #મીડિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Newspaper #MediaCircus #FakeNews #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખડૂબેલું સરનામુંઆગલો લેખ →રાધાનું ઝાંઝર