← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેસમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પરોઢે ઉઠીને બધા રેસમાં,
નથી કોઈ થોભ્યું, સદા રેસમાં.

ભલે અશ્વ જીતે, ભલે ઊંટ પણ,
અમે તો ગણાયા ગધા રેસમાં.

સવારે નિશાળે, બપોરે ટ્યુશન,
નથી બાળપણ, છે સજા રેસમાં.

વિજેતા થયો હું, મળી વાહ-વાહ,
ઇનામે સુગરની દવા રેસમાં.

‘પરાગે’ ઘડી ફૂલ જોયું, કહે:
‘ગુમાવ્યું બધું, જે મજા, રેસમાં.’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #દોડધામ #શહેરીજીવન #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #RatRace #Satire #UrbanLife #LostJoy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખશાં શાં રૂપ વખાણુંઆગલો લેખ →ઇતિહાસ