મજામાં
ઘરે લોન, ખિસ્સે ઉધારી, ‘મજામાં!’
દવા, બાટલા ને પથારી, ‘મજામાં!’
હજી પાંચમી છે, ખિસાં સાવ ખાલી,
છતાં ‘સ્ટેટસે’ સૌ ખુમારી, ‘મજામાં!’
ગરીબી, મરે ખેડુ, ખેતર બળે છે,
ઉપર મંચ પરથી મદારી: ‘મજામાં!’
અમીરો કરે રોદણાં સૌ સદાયે,
અને બારણે આ ભિખારી ‘મજામાં!’
પરાગે ગઝલમાં હકીકત લખી, તો
સરે છે કલમની સવારી ‘મજામાં!’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #દેખાડો #સમાજ #હકીકત #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #AllIsWell #SocialMask #Reality #ParagRatanpara