બારેમાસ ચોમાસું
આપણે તો બારેમાસ ચોમાસું, ભાઈ, બારેમાસ ચોમાસું,
ચા ને ભજિયાં સાથે હોય તો દુઃખને કહીએ ‘જાશું!’
શિયાળે ધાબળો ઓઢી, ગરમ ગરમ ચા પીશું,
ઉનાળે ‘એસી’ ના હોય તો લીમડા નીચે સીશું;
ગામ આખું ગરમી રોવે, આપણે ગીતો ગાશું…
આપણે તો બારેમાસ…
પત્ની કહે: ‘વજન વધ્યું, જરા ડાયટ કરજો આજે,’
અમે કહીએ: ‘ભજિયું છોડું? વરસાદ શું વિચારે?’
સલાડ સામું જોઈ રહીએ, ને ગોટા ગપ દઈ ખાશું…
આપણે તો બારેમાસ…
પરાગ કહે: મનમાં ભીનાશ હોય તો મોસમ શું કરે?
કોરા માણસ ભરચોમાસે ય કોરા કોરા મરે;
હસતાં હસતાં જીવી લઈએ, ના રાખીએ ખાસું…
આપણે તો બારેમાસ…
– પરાગ રતનપરા