તકતી
તકતીમાં નામ ચડાવો, ભાઈ, તકતીમાં નામ ચડાવો,
ભલે ગામમાં કોઈ ના ઓળખે, ફોટો મોટો મઢાવો…
રસ્તો બંધાયો ગામમાં, ત્યાં તકતી મૂકી મોટી,
ઈંટો મજૂરે મૂકી, પણ નામ નેતાનું, ને ફોટી;
મજૂરનું નામ તો રહી ગયું પરસેવાને તળાવો…
તકતીમાં નામ ચડાવો…
ચોકમાં પૂતળું ઊભું, ને હાથમાં હાર સુકાયો,
પાંચ વર્ષે એક વાર, ભાઈ, એ પણ સાફ થવાયો;
કબૂતર જ સાચાં ભક્તો, બેસે રોજ ખભે, લો લહાવો…
તકતીમાં નામ ચડાવો…
પરાગ કહે: ઇતિહાસ તો લખે છે જીતનારા,
હારનારાનાં આંસુ તો ધોઈ નાખે ધારા;
સાચું નામ તો રહે છે, ભાઈ, માના હાલરડે ગાવો…
તકતીમાં નામ ચડાવો…
– પરાગ રતનપરા