આમ આદમી
રોજ ઊભો હું કતારે, ભીડનો બસ ભાગ છું,
ના મુગટ છું, ના ધજા, બસ વોટનો હું દાગ છું.
ભાવ વધતા જાય, ખિસ્સું તોય ખાલી સાવ છે,
પેટમાં સળગે, ન ચૂલે, એ જ ભૂખી આગ છું.
પાંચ વરસે એક દી’ નેતા પધારે છે, અને
વાયદામાં લાગતું કે હું ય લીલો બાગ છું.
રેડિયો પર ગીત વાગે, હું ય ગાતો સાથમાં,
તાલ ના, ના સૂર, તોયે એક સાચો રાગ છું.
આ પરાગે ના ગઝલમાં રાજવી ગાથા લખી,
હું પસીનો, હું તરસ, હું રોજનો વૈરાગ છું.
– પરાગ રતનપરા
#ગઝલ #આમઆદમી #મોંઘવારી #રાજકારણ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #CommonMan #Inflation #Politics #Satire #ParagRatanpara