નથી બોલતો
જુએ જે નજારો, નથી બોલતો,
સુણે જે પુકારો, નથી બોલતો.
ગલીમાં હતો કોઈ ઘાયલ, છતાં
ન આપે સહારો, નથી બોલતો.
અહીં સત્ય પર ઘા થયા સામટા,
કરે બસ ‘વિચારો’, નથી બોલતો.
ડુબે નાવ સામે, તમાશો જુએ,
બને બસ કિનારો, નથી બોલતો.
પરાગે લખી આ ગઝલ, પણ ખરે,
કરે એ ઇશારો, નથી બોલતો.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #મૌનસાક્ષી #તટસ્થતા #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SilentBystander #Apathy #Society #ParagRatanpara