આખરી તૈયારી
હું તો એનો એ જ છું,
બસ
ચશ્માંનો નંબર વધ્યો છે,
ને દાદરનાં પગથિયાં
લાંબાં થઈ ગયાં છે.
કબાટ સાફ કર્યું છે,
જૂના કાગળ ફાડ્યા છે,
વસિયતમાં
દીકરાનું, દીકરીનું, સૌનું નામ લખ્યું છે.
બસ એક વસ્તુ
કોઈને આપી શકાતી નથી —
સાંજે બારી પાસે બેસીને
આથમતો સૂરજ જોવાની
મારી આદત.
એ તો
મારી સાથે જ જશે.
કોઈ પૂછે
‘શું લઈ ગયા?’
તો કહેજો:
‘રોજની
એક સોનેરી સાંજ.’
– પરાગ રતનપરા