← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બુઢાપે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગણું છું સવારે દવાઓ બુઢાપે,
અને સાંજ પડતાં દુઆઓ બુઢાપે.

હતો રોફ જેનો ગલી ને ગલીમાં,
હવે સાંભળે બસ કથાઓ બુઢાપે.

હતી દોડવાની ઘણી હોંશ મનમાં,
હવે ઘૂંટણોની સજાઓ બુઢાપે.

ગયા દાંત, ચોકઠ રહે વાટકામાં,
છતાં સ્વપ્નમાં છે મજાઓ બુઢાપે.

હતો ફોનનો ડર, હવે ખૂબ સેલ્ફી,
નવી રોજ ખીલે અદાઓ બુઢાપે.

પરાગે લખી છે ગઝલ આ હસીને,
હસે તો ટળે છે બલાઓ બુઢાપે.

– પરાગ રતનપરા

#ગઝલ #બુઢાપો #ઘડપણ #હાસ્ય #દવાઓ #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #HumorPoetry #Medicines #LaughterTherapy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસ્વપ્નની વીણાઆગલો લેખ →ઉદાસી