આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૨૫ / ૪૧
પિયરના ઓરડે હું, જીવ મારો તો ફરે ઝોકે, નયનમાં ધૂળ ઊડે, ધણ બધું આ જ્યાં ચરે ઝોકે.
ના કદી પ્હોંચી અહીં એ રોશની મારા સુધી, આંગણે ચાંદો હતો, ના ચાંદની મારા સુધી.
સૌ મિલાવે હાથ હસતાં, કોઈ ઝાલે તો ખરો, છાંયડે બેસે બધા, પણ કોક ચાલે તો ખરો.
આ ફેબ્રુઆરી ચૌદનું આખું મજાનું વ્હાલ છે, ફોટો, ગુલાબો, ચૉકલેટો, ને હવાનું વ્હાલ છે.
સભામાં બોલવા ઊઠ્યો, ગળે ડૂમો થયા શબ્દો, હતા તલવાર જેવા જે, બની કાયર ગયા શબ્દો.
તું જરા હસતી, અને આ આંગણું કોળી ગયું, બંધ વરસોથી હતું જે બારણું કોળી ગયું.
ઘણી રાત ઘેરી, ઇશારો કરે કોણ? બધા ચૂપ બેઠા, તિખારો કરે કોણ?
ઘર ભલે વેચાઈ ગ્યું, પણ આશરો છે ઉંબરે, આવતો સાંજે હજી એ વાયરો છે ઉંબરે.
આ સદીના પથ્થરોના ગામમાં હું કાચ છું, આયનો થઈ રોજ લાગું કામમાં, હું કાચ છું.
ઓરડેથી વાત ચાલી, આંગણે પ્હોંચી નહીં, બાપની ખાંસી કદી એ બારણે પ્હોંચી નહીં.
હતો ધોધ, ને આજ ધીમો થયો, હવે ગીત ગાતાં જ ભીનો થયો.
હતો તણખો, પવન સાથે ભળી, હું આગ બન્યો છું, હતો ટહુકો જરા ઝીણો, હવે હું રાગ બન્યો છું.
ત્યજી મોહ-માયા, બતાવે મહારાજ, ખજાનો ભગતનો ઉડાવે મહારાજ.
જુઓ પાન કેવું હસીને ખરે છે, જરા ડાળને પણ નમીને ખરે છે.
ચાલતો આવ્યો સદીથી, પણ નિશાની દૂર છે, જન્મથી વાંચ્યા કરું, પણ આ કહાની દૂર છે.
હતા જે ઉઘાડા, ઘરોમાં પડી ગાંઠ, હવે બોલવામાં, દિલોમાં પડી ગાંઠ.
હું જવાનો છું, સ્મરણને રાખજે તું દીકરી, બંધ ઘડિયાળે ય ચાવી આપજે તું દીકરી.
ધોમ તડકે ધૂળમાં ધખતી ગલીએ તું વરસ, સાવ સુક્કી, રેતમાં સૂતી નદીએ તું વરસ.
સ્વપ્નમાં તારા હવે હું રાતના આવું નહીં, ને ગુલાબો ઓસરીએ મૂકવા લાવું નહીં.
ક્યાં હવે એ બાળપણની આંખ શી ભોળી સવાર? મા જગાડે સાદ પાડી, દૂધ શી ધોળી સવાર.
ઝૂંપડી છે, હું કદી દરબારથી ઝૂકું નહીં, ભૂખ વેઠું, તોય આ સરકારથી ઝૂકું નહીં.
શું થયું, શું ના થયું, એ રાતમાં, કે'વાય ના, આંખ બોલી જે, હવે એ વાતમાં કે'વાય ના.
ગઝલમાં ગગનને ઉછાળે કવિશ્રી, ઘરે ચા ફકત તો ઉકાળે કવિશ્રી.
આ નગરના ચોક વચ્ચે એક આશાની કબર, ઝૂંપડીના ઉંબરે ત્યાં ભૂખ-ઇચ્છાની કબર.
ના સુધારો રોડ, એના ઠેર ખાડા ચાલશે, એક કાગળ ચાલવામાં સો દહાડા ચાલશે.
હતો બાળપણનો જમાનો, ગયો, ખિસાનો લખોટી-ખજાનો ગયો.
હતી કેડી, વળી આજે થયો ડામર, નવો રસ્તો, ગયાં સૌ શ્હેરમાં એથી, હવે ખાલી ઘણો રસ્તો.
ગયું ઘર, ને ગયાં સગપણ, હવે યાદો ફકત બાકી, ગયા ગરબા, ગયા મેળા, અહીં ચાંદો ફકત બાકી.
હોઠ પર આવી ન શકતી, મૂક પ્રીતો તીર છે, ને જમાનાએ ઘડેલી એ જ રીતો તીર છે.
ભમી વિશ્વ આખું, વિરામે ઘરે, ઢળી સાંજ, છેલ્લા મુકામે ઘરે.
નદી ઘેરી, હલેસાં ના, અને છે રાત પેલે પાર, તને મળવા હતું મન, પણ અધૂરી વાત પેલે પાર.
કોણ પ્હોંચે અહીં શ્વાસના તળ સુધી? રણ મહીં ઝૂરતી પ્યાસના તળ સુધી.
રોજ ટ્રેનોમાં લટકતો થાકમાં હું ઠીક છું, બૉસની ગાળો ખમું, ને ધાકમાં હું ઠીક છું.
ખેલ આખો જિંદગીનો, આખરે પડદો પડે, ઘર તરફ પાછા વળો, ત્યાં ઉંબરે પડદો પડે.
હળ ઉપાડ્યું બાપનું ને ચોપડી કોરી રહી, ચાસમાં મેં આંસુ વાવ્યાં, આંખડી કોરી રહી.
સાંજ ભીની, આંગણે વરસાદ છે, ને તું નહીં, ઓઢણીમાં ઝળહળે બસ યાદ છે, ને તું નહીં.
આંખમાં તો શાંતિ છે, પણ ભીતરે તલવાર છે, હું જ અર્જુન, હું જ કૌરવ, ને મને લલકાર છે.
હતી સાઇકલ એક ને બે સવાર, હવામાં હતો એક મીઠો ખુમાર.
પિતા ચાલ્યા ગયા ત્યારે, થયું મનના ઘરે તાળું, હવે માએ ય છોડ્યું ઘર, અને બસ ઉંબરે તાળું.
એક ડટ્ટું ભીંત પર છે, એ જ મારો હાલ છે, રોજ ફાડું એક પાનું, તોય પાછી કાલ છે.
આગમાં આખો દિવસ હું ઝૂરતો, બોલ્યો નહીં, આંસુઓના પૂરમાં હું ડૂબતો, બોલ્યો નહીં.
તું ઘરે આવે અને આ આંગણું ઓછું પડે, વ્હાલ એવું ઊમટે કે બારણું ઓછું પડે.
કોઈ પૂછે, ‘કોણ છો?’ તો સાવ ભોળું ગામ છું, ફ્લેટમાં ખોવાયલું એ આંગણાનું નામ છું.
એક ક્ષણ પણ ક્યાં અખંડિત? ક્ષણ મહીં સો ખંડ છે, ફોન રણકે, મન ભટકતું, આ સમયનો દંડ છે.
રોજ બદલે રંગ, ને રોજે નવો આ વેશ છે, આયનો પણ પૂછતો: ‘આ કોણ? શું પરિવેશ છે?’
બાપુએ ધોતી ઉતારી, ને ગળે આ ટાઈ છે, ‘કેમ છો’ ભૂલ્યા હવે તો હોઠ પર બસ ‘હાઈ’ છે.
નથી કોઈ મોજું, કિનારો નથી, હવે આંખમાં પણ ઇશારો નથી.
આંખમાંથી જીવ ઊડ્યો, પીંજરો ઊડી ગયો, ને પછી એની જ પાછળ વાયરો ઊડી ગયો.
સાદ પાડું, તોય ‘હા બેટા!’ કહેતું મન નથી, ઘર હજી છે, ઓરડા છે, પણ હવે જીવન નથી.
તું ન આવે જાગતાં, તો રોજ આવે સ્વપ્નમાં, રાતભર મીઠી સજા થઈને જગાવે સ્વપ્નમાં.