← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્વપ્નમાં તારા હવે હું રાતના આવું નહીં,
ને ગુલાબો ઓસરીએ મૂકવા લાવું નહીં.

જે ગઝલ તું સાંભળીને રોજ ઝૂમી ઊઠતી,
એ ગઝલ હું કોઈ સામે પણ હવે ગાવું નહીં.

રાતરાણી એક તારે આંગણે રોપી હતી,
હું હવે ક્યાંયે સુગંધી બીજ તો વાવું નહીં.

ભૂલવામાં તું મને, જો ચેન તારું હોય તો,
હું ફરી વાદળ બનીને યાદનું છાવું નહીં.

આ પરાગે આખરે તારી ગલી છોડી, સખી,
એ ગલીમાં ભૂલથી પણ હું ફરી જાવું નહીં.

– પરાગ રતનપરા

#ગઝલ #વિરહ #વિદાય #ત્યાગ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #LettingGo #SilentFarewell #LoveAndSacrifice #MovingOn #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતું વરસઆગલો લેખ →જુગાડ