← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું વરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધોમ તડકે ધૂળમાં ધખતી ગલીએ તું વરસ,
સાવ સુક્કી, રેતમાં સૂતી નદીએ તું વરસ.

ભીંત પર બા છે હજી, પણ ધૂળ ખાતી ફ્રેમમાં,
આંસુ થઈ, ઝાંખી થયેલી એ છબીએ તું વરસ.

વર્ષ વીત્યે એ મળે છે, ને જવાનું ઝટ કહે,
રોકવા એને, જવાની આ ઘડીએ તું વરસ.

સાંજથી જે રાહ જોતી, અધખુલી બેઠી હજી,
એ તરસતી, બાગની નાની કળીએ તું વરસ.

આ પરાગે પ્રેમનાં ફૂલો ઉગાડ્યાં'તાં કદી,
ઝેરથી બળતી, તરસતી આ સદીએ તું વરસ.

– પરાગ રતનપરા

#ગઝલ #વરસાદ #તરસ #સ્મૃતિ #પ્રાર્થના #પરાગરતનપરા
#GujaratiGhazal #RainPrayer #Thirst #MemoryOfMother #HealingRain #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસમયઆગલો લેખ →નહીં