પડી ગાંઠ
હતા જે ઉઘાડા, ઘરોમાં પડી ગાંઠ,
હવે બોલવામાં, દિલોમાં પડી ગાંઠ.
પિતા ચૂપ, ને પુત્ર પણ ચૂપ ઊભો,
હતું એક લોહી, નસોમાં પડી ગાંઠ.
ઘડીમાં રિસાવું, ઘડીમાં મનાવું,
હતું ગીત, આજે પળોમાં પડી ગાંઠ.
હિસાબો લખાયા બધા પ્રેમના ત્યાં,
ચુકવતાં ગયા, ને ઋણોમાં પડી ગાંઠ.
પરાગે ગઝલથી ઉકેલી હતી, પણ
ફરી આજ ઝીણા કણોમાં પડી ગાંઠ.
– પરાગ રતનપરા
#ગઝલ #સંબંધ #ગાંઠ #પરિવાર #મનભેદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Relationships #KnotsInHearts #FamilyRift #Estrangement #ParagRatanpara