← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું જવાનો છું, સ્મરણને રાખજે તું દીકરી,
બંધ ઘડિયાળે ય ચાવી આપજે તું દીકરી.

રાતની વાર્તા અધૂરી છે હજી તો, લાડલી,
છેવટે સુખ-અંત એનો વાંચજે તું દીકરી.

ઠારમાં ધ્રૂજે કદી તું, ના હશે આ બાપ, તો
શાલ મારી ત્યાં પડી છે, ઓઢજે તું દીકરી.

રાતના જો આંખ ખૂલે, તો ઝરૂખે આવજે,
જે સિતારો ખૂબ ચમકે, શોધજે તું દીકરી.

આ પરાગે ગીત લખ્યાં, ના કદી ગાયાં, હવે
ગાઈને એ ગીત, હીંચે ઝૂલજે તું દીકરી.

– પરાગ રતનપરા

#ગઝલ #દીકરી #પિતા #વિદાય #વાત્સલ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #FatherDaughter #LastWords #Farewell #UnconditionalLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપડી ગાંઠઆગલો લેખ →માભોમનો સાદ