કાચ છું
આ સદીના પથ્થરોના ગામમાં હું કાચ છું,
આયનો થઈ રોજ લાગું કામમાં, હું કાચ છું.
તોડનારો જાય છે, ને તૂટનારો છે અહીં,
તોય તારા કોતરેલા નામમાં હું કાચ છું.
મયકદે પીનાર સૌ ઝૂમ્યા, નશો સૌને થયો,
ને પછી ખાલી પડેલા જામમાં હું કાચ છું.
ઝુમ્મરે ઝળહળ બનીને ઝગમગું હું રાતભર,
તૂટતાં, પસ્તી સમા બસ દામમાં હું કાચ છું.
આ પરાગે શબ્દને પણ કાચ જેવો સાચવે,
રોજ ફૂટે એ જ ડરના ઠામમાં હું કાચ છું.
– પરાગ રતનપરા
#ગઝલ #કાચ #નાજુકતા #સંવેદનશીલતા #અસ્તિત્વ #પરાગરતનપરા
#GujaratiGhazal #Fragility #GlassHeart #Sensitivity #Existence #ParagRatanpara