સાઇકલ
હતી સાઇકલ એક ને બે સવાર,
હવામાં હતો એક મીઠો ખુમાર.
હતા માંડ પાંચેક સિક્કા ખિસે,
છતાં આપણે શાહ, નો’તું ઉધાર.
હવે મોટરો છે, સડક છે વિશાળ,
અને બે જણાંની વચે છે કતાર.
હવે બેન્કમાં આંકડા છે ઘણા,
હૃદયને નથી ક્યાંય મળતો પગાર.
પરાગે હજી ઘંટડી સાચવી,
કદી સાંભળે, તો જરા આવ બ્હાર.
– પરાગ રતનપરા
#ગઝલ #સાઇકલ #યુવાની #પ્રેમનીયાદ #બદલાતોસમય #પરાગરતનપરા
#GujaratiGhazal #BicycleDays #Youth #FirstLove #ChangingTimes #ParagRatanpara