← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતો ધોધ, ને આજ ધીમો થયો,
હવે ગીત ગાતાં જ ભીનો થયો.

હતો ક્રોધ, ને આગ જેવો સ્વભાવ,
હસીને હવે સાવ ઝીણો થયો.

કચાશે ભરેલો હતો આમ્ર હું,
તડકમાં તપીને જ મીઠો થયો.

હતો લીલછમ પાન ડાળી ઉપર,
સમી સાંજ પડતાં જ પીળો થયો.

પરાગે ભરી મ્હેક જ્યાં ડાળમાં,
ફળો આવતાં ત્યાં જ નીચો થયો.

– પરાગ રતનપરા

#ગઝલ #પરિપક્વતા #ઉંમર #નમ્રતા #પરિવર્તન #પરાગરતનપરા
#GujaratiGhazal #Maturity #GrowingOld #Humility #InnerCalm #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપ્હોંચી નહીંઆગલો લેખ →બન્યો છું