ભીતરનું યુદ્ધ
આંખમાં તો શાંતિ છે, પણ ભીતરે તલવાર છે,
હું જ અર્જુન, હું જ કૌરવ, ને મને લલકાર છે.
શસ્ત્ર મૂકું તો ગુમાવું આ જનમનો જંગ હું,
ને લડું તો સામસામે આપણો પરિવાર છે.
લાગણી રણભેર થઈ ગાજે સતત છાતી મહીં,
તોય લોકો પૂછતાં કે ક્યાં કશો ચીત્કાર છે?
હાસ્યની આ ઢાલ પર ઝીલું જગતના ઘા બધા,
ને અહીં ભીતર કશે ઊંડો પડેલો વાર છે.
સારથી શોધ્યો સદા મેં બ્હાર આખી જિંદગી,
ને ‘પરાગે’ ભીતરે તો કૃષ્ણ ને અંધાર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આંતરિકયુદ્ધ #મહાભારત #મનોમંથન #કૃષ્ણ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerConflict #Mahabharata #SelfStruggle #Krishna #ParagRatanpara