← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તાળું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પિતા ચાલ્યા ગયા ત્યારે, થયું મનના ઘરે તાળું,
હવે માએ ય છોડ્યું ઘર, અને બસ ઉંબરે તાળું.

દિવાળીએ ગયો ઘર તો, ન ચાવીથી જરા ખૂલ્યું,
કટાયું છે, નહીં તો આ રિસાયું છે ખરે તાળું.

સગાંએ ભાગ પાડ્યા છે જમીનો ને મકાનોના,
ન લીધું કોઈએ, તેથી હવે સૌને શિરે તાળું.

કહું શું? ગામ પૂછે છે: ‘ફરી ક્યારે પધારો છો?’
હતા શબ્દો હજારો પણ, હવે મારા સ્વરે તાળું.

પરાગે ખોલવા મૂક્યાં ગઝલનાં સો કમાડો, પણ
હજી મારી જ યાદોના, બધા એ અક્ષરે તાળું.

– પરાગ રતનપરા

#ગઝલ #વતન #પિતા #ખાલીઘર #યાદો #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #Father #EmptyHouse #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમેળે ખોવાયું મનઆગલો લેખ →મેં તો ચાંદો વાવ્યો