મેં તો ચાંદો વાવ્યો
મેં તો ચાંદલિયો વાવ્યો રે તુલસીને ક્યારે,
ઊગશે તો ઓસરી અજવાળશે મારી.
રોજ સવારે ઝાકળ સીંચું, સાંજે દીવો મેલું,
ઝીણી ઝીણી કૂંપળ ફૂટે, ગામ કહે: ‘આ ઘેલું!’
ઘેલી તો ઘેલી, પણ મારી આશ નથી રે હારી…
મેં તો ચાંદલિયો…
પૂનમ આવી, ક્યારે ઝળક્યું રૂપેરી એક ફૂલ,
પડોશણ બોલી: ‘આ તો પાણીમાં પડછાયો, ભૂલ!’
મેં કહ્યું: ‘પડછાયો તો પડછાયો, આંખ તો થઈ ઉજિયારી’…
મેં તો ચાંદલિયો…
પરાગ કહે: જે સપનાં વાવે, એનાં આંગણ ઝળકે,
દુનિયા હસે તો હસવા દેજે, તારું મન ના ખળભળકે;
એક દી’ ચાંદો ઊગશે સાચો, તારી ઝૂંપડી બારી…
મેં તો ચાંદલિયો…
– પરાગ રતનપરા