← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટાઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુએ ધોતી ઉતારી, ને ગળે આ ટાઈ છે,
‘કેમ છો’ ભૂલ્યા હવે તો હોઠ પર બસ ‘હાઈ’ છે.

માતૃભાષામાં હવે તો એક જણ બોલે અહીં,
કોણ એ? કે જે રસોડે આવતી, એ બાઈ છે.

પ્રેમથી દાદા કહે છે વારતા સૌ પૌત્રને,
પણ વચે ઊભી અજાણી શબ્દની આ ખાઈ છે.

ઢોકળાં તો ‘ડોકલા’ ને થેપલાં તો ‘પેનકેક’,
ને વઘારે પણ કહે ‘મસ્ટર્ડ’, જે આ રાઈ છે.

આ ‘પરાગે’ માતૃભાષામાં લખી છે આ ગઝલ,
કોણ વાંચે? સૌ અહીં ‘બ્રો’, કોઈ પણ ક્યાં ‘ભાઈ’ છે?

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #માતૃભાષા #ગુજરાતી #અંગ્રેજીઘેલછા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #MotherTongue #GujaratiPride #EnglishCraze #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઝાલર ટાણેઆગલો લેખ →શાંત