પરિચય
કોઈ પૂછે, ‘કોણ છો?’ તો સાવ ભોળું ગામ છું,
ફ્લેટમાં ખોવાયલું એ આંગણાનું નામ છું.
બાજરાનો રોટલો ને છાશનો લોટો ભરી,
સાંજ પડતાં ઓટલા પર ગોઠડીનો જામ છું.
બૂટ પ્હેરી, બેગ લઈને રોજ દોડું હું સદા,
ફાઈલોમાં ક્યાંક અટકેલું પડેલું કામ છું.
મા સવારે રોજ ગાતી, એ પ્રભાતી ગીતમાં
આવતો જે હર કડીમાં, એ જ મીઠો શ્યામ છું.
હું ‘પરાગ’, ન ઓળખાણો, નામના કે માન પણ,
મ્હેક થઈને વાયરે ફેલાયલો ગુમનામ છું.
– પરાગ રતનપરા
#ગઝલ #પરિચય #ગામડું #ઓળખ #શહેરીજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Identity #VillageRoots #CityLife #SelfPortrait #ParagRatanpara