પાનખર
જુઓ પાન કેવું હસીને ખરે છે,
જરા ડાળને પણ નમીને ખરે છે.
હવામાં ઘડી બે ઘડી ઝૂલતું એ,
પવન સંગ થોડું રમીને ખરે છે.
હતા તાપ, વંટોળ, ને વીજ ઘેરી,
બધું મૌન રાખી સહીને ખરે છે.
ન ફરિયાદ મૂળે, ન વૃક્ષે અદાવત,
બધો મોહ મમતા તજીને ખરે છે.
પરાગે ઘણું પાનખરથી જ શીખ્યું,
ફરી ફૂટવા, રજ બનીને ખરે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પાનખર #વિદાય #વૈરાગ્ય #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Autumn #GracefulGoodbye #LettingGo #CycleOfLife #ParagRatanpara