← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તળ સુધી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોણ પ્હોંચે અહીં શ્વાસના તળ સુધી?
રણ મહીં ઝૂરતી પ્યાસના તળ સુધી.

ઝાકળે રાત આખી વિતાવી, પછી
સૂર્ય પ્હોંચ્યો નહીં ઘાસના તળ સુધી.

રાધિકા ઘૂમતી, વાંસળી વાગતી,
કોઈ પ્હોંચ્યું ન એ રાસના તળ સુધી.

થઈ ગયો સંત, ત્યાગી, તપસ્વી, છતાં
ના ગયો એ કદી વાસના તળ સુધી.

આ પરાગે લખી સો ગઝલ, તોય પણ
ક્યાં ગયો હું ય વિશ્વાસના તળ સુધી?

– પરાગ રતનપરા

#ગઝલ #ઊંડાણ #તરસ #વૈરાગ્ય #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Depth #InnerThirst #Renunciation #Faith #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફૂલ વીણ, સખીઆગલો લેખ →કુંવારી કન્યાનું ગીત