← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કુંવારી કન્યાનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા ફળિયે આંબો મ્હોર્યો, ને મારું મન રે મૂંઝાય,
કોને કહું કે કોયલ મારા કાળજડે કાં ગાય?

બાપુ જુએ છે મુરતિયા ને માડી ગણે છે જોષ,
હું તો ભીંતે ચીતરું મોરલો, એમાં મારો શો દોષ?
સૈયર પૂછે: ‘કોનું નામ?’ ત્યાં ગાલ રાતા થાય…
મારા ફળિયે આંબો મ્હોર્યો…

ભણતર મારું અડધું રહ્યું, ને સપનાં આખાં ઊગ્યાં,
પાંખ ફૂટીને આભ જોવું, ત્યાં કોઈએ ના પૂછ્યાં;
પરણાવી દેશે કો’ક દિ’, ને ઊડવું રહી જાય…
મારા ફળિયે આંબો મ્હોર્યો…

પરાગ કહે: દીકરીને પૂછજો, એ શું ઝંખે છે મનમાં,
એક જ સપનું પૂરું કરજો, બીજું બધું તો ધનમાં;
પાંખ આપજો પહેલાં, પછી ભલે માંડવો બંધાય…
મારા ફળિયે આંબો મ્હોર્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતળ સુધીઆગલો લેખ →ઠીક છું