ચાલશે
ના સુધારો રોડ, એના ઠેર ખાડા ચાલશે,
એક કાગળ ચાલવામાં સો દહાડા ચાલશે.
વાહનો ઊંધી દિશામાં, સિગ્નલો પણ બંધ છે,
ગાય, રિક્ષા, બાઇકો સૌ રોજ આડા ચાલશે.
ચંદ્ર પર પ્હોંચ્યા અમે, રૉકેટ છોડ્યાં ગર્વથી,
ગામમાં તો એ જ જૂનાં ઢોર-ગાડાં ચાલશે.
ડૉક્ટરે કીધું, ‘ઘટાડો વજન, નહિ તો ખેર ના’,
‘કાલથી પાક્કું!’ કહી આજે ય જાડા ચાલશે.
આ પરાગે બૂમ પાડી, લોક બોલ્યા, ‘ઠીક છે,
તું ગઝલ ગા, સાંભળે એવા ય પાડા ચાલશે!’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ચાલશેવાદ #તંત્ર #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #ChaltaHai #Bureaucracy #CivicSatire #Humour #ParagRatanpara