← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કબર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ નગરના ચોક વચ્ચે એક આશાની કબર,
ઝૂંપડીના ઉંબરે ત્યાં ભૂખ-ઇચ્છાની કબર.

ધર્મના ધંધા ચલે, મંદિર થયાં સોનાં તણાં,
ને ગભારે ઝળહળે છે ભક્ત-શ્રદ્ધાની કબર.

‘મા’ કહેતાં શરમ લાગે છે શહેરી બાળને,
દર ગલીમાં, દર ઘરે, છે માતૃભાષાની કબર.

કીટલીએ કપ ઘસે છે એક નાનું બાળ, ને
એ જ ચાના કપ મહીં એનાં જ સપનાંની કબર.

આ પરાગે શબ્દ વાવ્યા રોજ, ઊગ્યું ના કશું,
આ ગઝલ ના થાય મારી એ જ કવિતાની કબર.

– પરાગ રતનપરા

#ગઝલ #કબર #સમાજ #માતૃભાષા #બાળમજૂરી #પરાગરતનપરા
#GujaratiGhazal #GravesOfHope #SocialCritique #MotherTongue #ChildLabour #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચકડોળઆગલો લેખ →ચાલશે