ઉંબરે
ઘર ભલે વેચાઈ ગ્યું, પણ આશરો છે ઉંબરે,
આવતો સાંજે હજી એ વાયરો છે ઉંબરે.
જ્યાં બપોરે બાપુજી ને ગામ આખું બેસતું,
સાવ સૂનો આજ એનો ડાયરો છે ઉંબરે.
ચોટલો ગૂંથી જતી બેની, વરસ વીત્યાં, છતાં
એ ખરેલો, સાવ સૂકો મોગરો છે ઉંબરે.
બાળપણમાં જે ઉછાળ્યો'તો રમતમાં ગામમાં,
એ જ નાના હાથનો એ કાંકરો છે ઉંબરે.
આ પરાગે ગામ છોડ્યું, શ્હેરમાં ઘર છે નવું,
તોય તૂટેલા ઘડાનો ઠીકરો છે ઉંબરે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉંબરો #વતન #બાળપણ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Threshold #AncestralHome #ChildhoodMemories #Nostalgia #ParagRatanpara