આ ટેગ સાથે 1398 લેખ · પાનું ૧૦ / ૨૮
મનવા, શાને ભટકે મેળે, આ મેળો બે દા’ડાનો, રંગ-રંગીલો દીસે ભલે, અંતે ખેલ ધુમાડાનો.
મોરપીંછ ને વાંસળી લઈ, કાનો સેલ્ફી લે, ગોપીઓ સૌ ‘લાઇક’ કરે, ને રાધા રિસાઈ જે!
ગરબે ઘૂમે ગામ, માડી, તારા ગરબે ઘૂમે ગામ, દીવડે દીવડે ઝગમગ થાતું, તારું પાવન નામ.
પાદરની પીપળીએ મને સાદ દઈ બોલાવ્યો, શહેર મૂકીને, ભાઈ, આજે ગામ ભણી હું આવ્યો.
મેં બાપુને રડતા કદી જોયા નથી, ભાઈ, આંસુ એનાં ક્યાં સંતાડ્યાં, કોઈ ન જાણે સાંઈ.
જાત ન પૂછો કોઈ મારી, હું માણસની જાત, એક જ માટી, એક જ લોહી, એક જ સૌની રાત.
ચાંદલિયો તો આભે ઊગ્યો, મારો ચાંદો પરદેશ, રૂપેરી અજવાળે વાંચું સાજનનો સંદેશ.
ખારવો ગ્યો છે દરિયે, ને ખારવણ ગણે છે મોજાં, એક એક મોજે ઊછળે એના હૈયામાં સો બોજા.
ભાઈ, દેશપ્રેમ તો મારો છે મોબાઇલની સ્ક્રીનમાં, ને કચરો નાખું રસ્તા પર, ને થૂંકું છું લાઇનમાં!
બાનું તારીખિયું તો આખા ઘરનું ખાતું રે, દૂધ, ધોબી, વ્રત ને તિથિ, સઘળું એમાં ગાતું રે.
આવ્યો રે ઉનાળો, લઈ આંબાની ડાળે કેરી, ધોમ ધખે બપોરે, તોય બાળકની મોજ અનેરી.
પાછો ગામ ગયો તો વડલે પૂછ્યું: ‘ક્યાં હતો રે ભાઈ?’ ઝાંપે ઝાંપે ઊભી મારી ઓળખ, ધૂળમાં ઢંકાઈ.
આવો રે નીંદરપરી, મારા લાલને આંગણ આવો, રૂપેરી પાંખે ઊડીને ચાંદાની ગાડી લાવો.
આજ મને ભીંજાવા દે, મા, આજ મને ભીંજાવા દે, વરસોથી કોરી રાખેલી જાતને પલળી જાવા દે.
હું, તું ને કટિંગ ચા, ભાઈ, હું, તું ને કટિંગ ચા, અડધી અડધી વહેંચીને પીએ, એ જ દોસ્તીનો દાવ!
કાનો આજે ગોકુળ આવે તો શું શું જોશે રે? વાંસળી વગાડે ને ગોપી ઇયરફોનમાં ખોવાશે રે!
અમે દીવાદાંડી થઈને ઊભા રે, દરિયાને તીર, વહાણ સૌ પાર ઊતર્યાં, કોઈ ન પાછું આવ્યું, વીર… હો જી…
લીમડો બોલ્યો: ‘કાપો તો ભલે કાપો રે, ભાઈ, પણ મારી છાંયે ઊછર્યા એ દિ’ સંભારો રે, ભાઈ.’
ચાલ, આજનો દિવસ જીવી લઈએ, કાલ કોણે દીઠી? ગઈ કાલ તો ગઈ ગલીમાં, આજ છે સાકર મીઠી.
સખી, હું તો જમુનાએ ગઈ’તી પાણી ભરવા, ઘડામાં જળ નહીં, ભરાઈ આવ્યો શ્યામ!
કવિસંમેલન ભરાયું રે, કવિ તેર ને શ્રોતા ત્રણ, એમાં બે તો આયોજકના સગા, ને ત્રીજો ઊંઘણ!
વરસ્યો રે મેહુલો ધોધમાર, સાજણ, વરસ્યો રે ધોધમાર, ખેતર ખેતર નાચે ધરતી, પહેરી લીલો શણગાર.
ધરતી મારી મા, એનો ખોળો ગંગાની ધાર, એની માટીમાં ઊગ્યા છે અમે, એનો જ અમને આધાર.
સુખ તો આવે મહેમાન થઈને, ચાર દિ’ રહીને જાય, દુઃખ તો ઘરનું માણસ, વાલમ, ઓસરીએ ઊંઘી જાય.
મનનો મોરલો ઊડ્યો રે, ને ગગન આખું ડોલ્યું, અંતરનું તાળું તૂટ્યું ને અલખ ધણી બોલ્યો.
બાંધી લે પોટલી, હંસલા, હવે ઘડી આવી જાવાની, દેહ-ઘરની ભાડૂઆતી પૂરી, ચાવી સોંપી દેવાની.
ડોસો કહે ડોસીને: ‘ચાલ, ફરી સાઇકલ પર બેસ, મેળે જઈએ, ચકડોળ ચડીએ, જેમ ગયા’તા પહેલવહેલ.’
માટીના ગણપતિ લાવો રે, ભાઈ, માટીના ગણપતિ લાવો, દુંદાળા દેવને નદીએ વળાવો, તો નદીને પણ હરખાવો.
દીકરી, તું જ તારી ઢાલ થજે, ને તું જ તારી તલવાર, હવે કોઈ કાનો નહીં આવે ચીર પૂરવા આ વાર.
ચાંદામામા, ચાંદામામા, ઊતરો મારે ઘેર, દૂધ-ભાતની વાટકી રાખી, ખાજો મારી ભેર.
હાલો રે હાલો, મારા કાનુડા, હાલો, આખું ગોકુળ જાગે, તોય તું ઊંઘી જા, વહાલો.
હળ જોડીને હાલો, મનવા, હૈયાના ખેતરમાં, રામ નામનું બીજ વાવીએ, શ્રદ્ધાના ચોતરમાં.
પાદર, મને ભૂલતો ના, હું તો હાલી સાસરિયે, તારા વડલાની છાંયડી હું ઓઢી લઉં પાલવિયે.
જેટલું છે ને, એટલું ઘણું છે, મનવા, જેટલું છે ને, ઝૂંપડીમાં જો હેત ભર્યું તો મહેલ શું કામનો છે ને?
આભે ચરવા નીકળ્યાં રે કાળાં વાદળ કેરાં ધણ, કોણ ગોવાળો હાંકતો હશે? પૂછે સૂકું રણ.
દાદાની રકાબીમાં દરિયો, ભાઈ, દાદાની રકાબીમાં દરિયો, ફૂંક મારે ત્યાં મોજાં ઊછળે, ઘર આખું થાય ખળભળિયો!
ડુંગર ઊંચો, કેડી સાંકડી, કોઈ ન ઝાલે હાથ, મારો પડછાયો જ બન્યો રે મારો એક સંગાથ.
ચકલી પૂછે ચકલાને: ‘આપણું નળિયું ક્યાં ગયું? કાચના આ ઊંચા મિનારે ઘર તો ક્યાંય ન રહ્યું!’
ઢોલ ઢબૂક્યા ઝાંપે, બેની, આવી રૂડી જાન, લાડકડી તો ઓરડે બેઠી, ભૂલી ભૂખ ને ભાન.
એકતારો બોલે રે, મીરાંનો એકતારો બોલે, રાણાજીના મહેલ ડગમગે, ગિરધર મનડું ખોલે.
હાલો મેળે, સૈયર, હાલો મેળે રે, ચકડોળે ચડીને આભ ઝાલીએ ભેળે રે.
કેસૂડાની ડાળે બેઠો ફાગણ રંગીલો મોર, રંગ ઢોળવા આવ્યો મારે આંગણ છાનો ચોર.
પાંપણે પાળ બાંધીને બેઠી, આંસુડાં ના ઢોળ્યાં, સાસરિયે સૌ હસતી ભાળે, મનડાં કોણે ખોળ્યાં?
નળિયું ફૂટ્યું તો નવું નાખીએ, ભીંત્ય તૂટે તો લીંપીએ, મનડું ફૂટ્યું, ઈને ચ્યમ સાંધીએ? કઈ માટીથી છીંપીએ?
ઓટલો સૂનો સૂનો રે, હવે કોઈ બેસનારું નહીં, દાદાની લાકડી ટેકવી વાતું કહેનારું નહીં.
એક જ પાટલીએ બેસતા, ભેરુ, આપણ બેય, આજ તું ક્યાં ને હું ક્યાં, તો ય સાંભરે એ જ નેહ.
કવરમાં મોકલી છે રાખડી, વીરા, પરદેશ, ગાંઠે ગાંઠે બાંધ્યો મેં તો માડીનો સંદેશ.
કાનુડા, તેં પૂછ્યું: ‘ગોકુળ છોડી જાઉં તો તું શું કરશે?’ વાંસળી મૂકી જા, રાધા તો એના છિદ્રે છિદ્રે ઠરશે.
ગણ્યાં ગણાય નહીં રે, આ ચોમાસાં ગણ્યાં ગણાય નહીં, દાદાની કરચલીએ વરસ્યાં, એ પાણી ભણ્યાં ભણાય નહીં.
ઊઠો ને સાહ્યબા, કૂકડો બોલ્યો, ખેતર સાદ પાડે, ચૂલે ચડી ગઈ રાબ ને બળદ ઘૂઘરા ઝાડે.