કટિંગ ચા
હું, તું ને કટિંગ ચા, ભાઈ, હું, તું ને કટિંગ ચા,
અડધી અડધી વહેંચીને પીએ, એ જ દોસ્તીનો દાવ!
કૉલેજની કૅન્ટીનમાં બેઠા, ખિસ્સામાં બે રૂપિયા,
એક કટિંગ ને બે ગ્લાસ, ને સપનાં લાખ રૂપિયાનાં;
પ્રોફેસર ભણાવે ત્યાં ને અહીં ગ્લાસ ખખડાવ…
હું, તું ને કટિંગ ચા…
પહેલી નોકરી, પહેલો પગાર, પહેલી પ્રેમિકાની વાત,
બધી કબૂલાતો થઈ’તી એ લારી પાસે રાત;
દુનિયા ભલે ને રૂઠે, પણ ચાવાળો રાખે ભાવ…
હું, તું ને કટિંગ ચા…
પરાગ કહે: હવે કૅફે મોંઘાં, કપ મોટા ને નામ અંગ્રેજી,
ત્રણસોની કૉફી પીએ તોય વાતો થાય ના સહેજી;
અડધી ચામાં આખું જીવન, એવો પાછો લાવ…
હું, તું ને કટિંગ ચા…
– પરાગ રતનપરા