હાલો મેળે
હાલો મેળે, સૈયર, હાલો મેળે રે,
ચકડોળે ચડીને આભ ઝાલીએ ભેળે રે.
માથે ઓઢી ચૂંદડી લાલ, ને કેડે કંદોરો,
હાથે છૂંદણાં ચીતરાવીએ, મોરલિયો ને મોરો;
પાવો વાગે, ઢોલ ઢબૂકે, પગ ન રહે ઠેલે રે…
હાલો મેળે…
બંગડીવાળો બોલે: ‘બેની, લીલી લઈ જા, લાલ,’
મારું મન તો ફરતું ફરતું ભાળે એનો ચાલ;
આંખથી આંખ મળી ગઈ ત્યાં, જાણે દીવો રેલે રે…
હાલો મેળે…
પરાગ કહે: આ મેળો તો ત્રણ દા'ડાનો રંગ,
પણ ત્રણ દા'ડામાં બંધાઈ ગયો ભવભવનો સંગ;
વરસે વરસે મેળો ભરાય, મન ભરાય એક વેળે રે…
હાલો મેળે, સૈયર, હાલો મેળે રે.
– પરાગ રતનપરા