કુલ ૨૦૨૨ લેખ · પાનું ૨૯ / ૪૧
ઝગે ડાળ ડાળે ગુલાલો બપોરે, ધખે સૂર્ય, તોયે મશાલો બપોરે.
કોણ રોકત આ ઉડાને, આજ પાંખો હોત જો, હું ય ઈશ્વર જોઈ શકતો, બંધ આંખો હોત જો.
વળોટી બધી હદ કિનારે ગયો છું, તમારા જ મૌને ઇશારે ગયો છું.
આપણા સંબંધમાં છે આંગણું બસ આટલું, હું અહીં, તું ત્યાં, વચે છે બારણું બસ આટલું.
ઢળે સાંજ ને મન રડાવે અમસ્તું, નથી કોઈ કારણ, સતાવે અમસ્તું.
સૂર છે, ને સાદ છે, પણ વાંસળીમાં તું ન’તો, રાસમાં ઘૂમે બધી, પણ આંગળીમાં તું ન’તો.
આ સડક પર છો ગમે ત્યાં હોય ખાડા, ચાલશે, ટ્રેન મોડી, બસ ય મોડી, સૌ ય આડા, ચાલશે.
મળી જિંદગી પણ ઉધારી મળી, હતી શ્વાસમાં પણ કટારી મળી.
દીકરો પરદેશ ગ્યો, ને આજ સૂની સાંજ છે, એ જ ડેલી, એ જ ઝૂલો, તોય જૂની સાંજ છે.
પારકા ઘરના ઝરૂખે ઝાંકતા લોકો અહીં, જાતના ડાઘા બધા પણ ઢાંકતા લોકો અહીં.
છે નદી, છે નાવ, તોયે કો કિનારો પણ નથી, ભીડ આખી સાથમાં છે, ને સહારો પણ નથી.
સાંજ પડતાં ઉંબરે ત્યાં રાહ જોતી બા હજી, સોયમાં દોરો ન જાતો, તોય પ્રોતી બા હજી.
ઉડી રાખ થઈને હવામાં રહીશું, બની બીજ, ધરતી-કથામાં રહીશું.
અમારા મૌન, ઊંડા આ નિસાસામાં નથી જોયું, નયન ભીનાં હતાં તોયે ખુલાસામાં નથી જોયું.
દોડતો હું રોજ, થઈને એક પ્યાસી રણ મહીં, ઝાંઝવાંને જળ ગણીને, હું પ્રવાસી રણ મહીં.
ગલી એ જ, તો યે હવાનું નવું છે, નયન એ જ, બસ આ નશાનું નવું છે.
બારણે આંખો ધરી બસ એ જ, ‘ક્યારે આવશે?’ રાત આખી દીવડો બોલ્યો: ‘સવારે આવશે.’
આરતી ટાણે જ ગાજી, ભાઈ, મોટી છીંક છે! દીવડો ઓલાઈ ગ્યો, ને એ ય ખોટી છીંક છે!
યાદની ડમરી ચડે, ને મન ડહોળે સાંજના, આંખના આકાશને અંધાર બોળે સાંજના.
અહંકાર-થેલો ખભેથી ઉતારો, મુગટ માનનો આ શિરેથી ઉતારો.
આંસુ લૂછી, શસ્ત્ર ઝાલી, આજ દુર્ગા તું, સખી, પાપ ધોતી, પ્યાસ હરતી, નિત્ય ગંગા તું, સખી.
નથી શબ્દ, બસ છે ઇશારા પિતાના, છુપા આંસુ, ઊંડા સહારા પિતાના.
ખડકમાં ય કૂંપળ ઉગાડી શકું છું, ઘણાં સ્વપ્ન સૂતાં, જગાડી શકું છું.
જાવ પરદેશે ભલે, પણ હેત-પાંખે આવજો, રાહ જોતી ઉંબરે છે, એ જ આંખે આવજો.
હું હતો જેનો દિવાનો, એ જ ભારી થઈ હવે! રોજ જે ઊભી ઝરૂખે, બંધ બારી થઈ હવે.
જગત બાળ માટે મજાની રમત છે, ઘડી ચાંદ, તારા, કહાની રમત છે.
ઝૂંપડીમાં ટમટમે જે, શ્વાસનો અજવાસ છે, ખેતરે ઝાકળ ઝગે, એ ઘાસનો અજવાસ છે.
ધરા પર નવી સૌ ઘટાઓ ઉગાડો, શ્વસન કાજ લીલી હવાઓ ઉગાડો.
નથી ધાન ઊગે પસીના વિના, નથી ઓપ વીંટી, નગીના વિના.
ખરો જે પ્રેમ છે, એ તો હિસાબોમાં નથી હોતો, લખાયો જે હૃદય પર, એ કિતાબોમાં નથી હોતો.
નયનમાં વસેલી દુલારી ગઝલ, કદી આંસુ જેવી, કટારી ગઝલ.
સાંજ ઢળતાં કેટલો લંબાય મારો છાંયડો, ને બપોરે સાવ નાનો, સાવ ન્યારો છાંયડો.
સ્વપ્ન જોયું રાતભર જે, એ ય સાચું પણ બને, ને ખરું જે લાગતું, એ કાલ કાચું પણ બને.
રોજ મારા ભ્રમ બધાને તોડતો આ આયનો, ને પછી ટુકડા બધાયે જોડતો આ આયનો.
પ્રેમ પણ તુલસી સમો છે, રોજ માળી માગશે, સાંજ ટાણે એક દીવો, એક થાળી માગશે.
બપોરે ઓસરી પર ઊતરે અજવાસ, તું બેઠી, ઉઘાડી ગ્રંથની પોથી, ધરીને આસ, તું બેઠી.
રડે માછલી, આંસુ દેખાય ક્યાંથી? છુપાયેલ એ દર્દ પરખાય ક્યાંથી?
ગામ પાદર સાદ પાડે, રેતમાં રમતી નદી, મેં જ ઠેલી’તી, છતાં પાછળ હજી રડતી નદી.
ખર્ચ આગળ, બાદ આવક, જિંદગીના ચોપડે, લોક વાંચે છે મને સહુ સાદગીના ચોપડે.
પિતાના નામની તખતી ખમીને ઘાત ઊભી છે, તિરાડોમાં ય સાચવતી પુરાણી વાત ઊભી છે.
એક ઘર, એક ચા, આંગણું, બસ થયું, નીંદમાં મલકતું પારણું બસ થયું.
નગર આખું બળે, ત્યારે જ દરબારે ઉજવણી છે, ચિતા ઠરતી નથી ત્યાં તો, તહેવારે ઉજવણી છે.
યશોદા દોરડે જગના ધણી ભગવાન બાંધે છે, નચાવે સૃષ્ટિને જે, મા ઘડી તોફાન બાંધે છે.
ફૂલો મળે તો ઠીક છે, કાંટા મળે તો ઠીક છે, આ સૂર્ય ઊગે આભમાં, સાંજે ઢળે તો ઠીક છે.
જ્યાં સુધી લીલો રહે, તું કોઈ છાંયો થઈ જજે, ને ખરે ત્યારે ય પંખી કાજ માળો થઈ જજે.
કેટલો ઊંચો ધરમ જે છાંયડે અભડાય છે! એમનો ભગવાન સુધ્ધાં ઝૂંપડે અભડાય છે.
સજી સોળે સજી આવી, બધો શણગાર આ મેળે, નજર મળતાં જ લાગ્યો પાંપણોને ભાર આ મેળે.
અમાસે ગગનમાં ફરે એકલો, પડે પાંખ ભારે, તરે એકલો.
ભલે દૂર બંદર, ઉઠાવ્યાં હલેસાં, હસી વાયરા પર, ચલાવ્યાં હલેસાં.
રાતભર સપને સતત એ ઝાંઝરી હું સાંભળું, ગાય વળતી સાંજ, એની ઘૂઘરી હું સાંભળું.