રમત છે
જગત બાળ માટે મજાની રમત છે,
ઘડી ચાંદ, તારા, કહાની રમત છે.
ઝબૂકે ઘડી ટૉર્ચ, ઓલાય પાછી,
અહીં રાત-દિનની નિશાની રમત છે.
ન મારું, ન તારું, ન ઊંચું, ન નીચું,
ખુશી ને ખરી જિંદગાની રમત છે.
પડીને રડે, પણ ઘડી માં જ હસતું,
અને આપણે? બસ જવાની રમત છે.
પરાગે બની બાળ જોયું જરા, ત્યાં
હવા-ફૂલની આ ઉજાણી રમત છે.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #નિર્દોષતા #રમત #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #Innocence #PlayOfLife #Wonder #ParagRatanpara