ઉતારો
અહંકાર-થેલો ખભેથી ઉતારો,
મુગટ માનનો આ શિરેથી ઉતારો.
તમે ટોચ પર છો, છતાં એ ય જાણો,
બધા હાર, તોરણ ગળેથી ઉતારો.
સભામાં ગજાવ્યા ઘણા શબ્દ મોટા,
કઠણ વેણ સઘળાં મુખેથી ઉતારો.
નથી સાથ આવે, ન ધન કે ન પદવી,
અહંનું વજન આ હૃદેથી ઉતારો.
પરાગે ય હળવો બની મ્હેક દીધી,
તમે પણ પગરખાં પગેથી ઉતારો.
– પરાગ રતનપરા
#ગઝલ #અહંકાર #નમ્રતા #હળવાશ #આત્મબોધ #પરાગરતનપરા
#GujaratiGhazal #LetGoOfEgo #Humility #Lightness #SelfAwareness #ParagRatanpara