← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું, સખી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુ લૂછી, શસ્ત્ર ઝાલી, આજ દુર્ગા તું, સખી,
પાપ ધોતી, પ્યાસ હરતી, નિત્ય ગંગા તું, સખી.

આગમાં તપતી રહી, વનવાસ વેઠ્યો તોય પણ
ના નમી જે, એ જ ધરતીજાઈ સીતા તું, સખી.

ઝેર પીધું, તોય ગાતી, લોકલાજો ના ગણી,
એકતારો હાથ, ઝૂમે એ જ મીરાં તું, સખી.

આંગણું ને આભ બંને સાચવીને ચાલતી,
કાલની પણ, આજની પણ, એક ગાથા તું, સખી.

આ પરાગે શબ્દ-પુષ્પો પાય પાસે સૌ ધરી,
‘પ્રેરણા તું, પ્રાણ તું, ને એ જ શ્રદ્ધા તું, સખી.’

– પરાગ રતનપરા

#ગઝલ #નારીશક્તિ #સ્ત્રી #દુર્ગા #સન્માન #પરાગરતનપરા
#GujaratiGhazal #WomanPower #Shakti #Respect #Empowerment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઉતારોઆગલો લેખ →પિતાના